દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની બીજી લહેર (coronavirus second wave) વચ્ચે ઑક્સીજનની માંગ (Oxygen demand) ખૂબ વધી ગઈ છે. સંકટની આ ઘડીમાં દેશના વાયુસેના (IAF) સરકાર અને જનતાની મદદ માટે આગળ આવી છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો સંભાળતા ઑક્સીજન ટેન્કરોનું એરલિફ્ટિંગ (Oxygen tanker airlifting) શરૂ કર્યું છે. આ સાથે જ ઑક્સીજન કન્ટેનર, સિલિન્ડર, જરૂરી દવા, સાધનો અને સ્વાસ્થ્યકર્મીઓને એક જગ્યાએથી બીજે પહોંચાડવામાં આવી રહ્યા છે.

ભારતીય વાયુસેનાના સી-17 અને આઈએલ-76 વિમાનો દેશ આખાના સ્ટેશનો પર ઑક્સીજનના ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કરી દીધું છે. આનાથી જે જે જગ્યા પર ઑક્સીજનની અછત છે ત્યાં ઑક્સીજન ખૂબ સરળતાથી પહોંચાડી શકાશે.
એક દિવસ પહેલા વાયુસેનાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, "કોવિડ-9 સામેની લડાઈમાં વાયુસેનાનું પરિવહન દળ મદદ કરી રહ્યું છે. દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓ તેમજ કોવિડ હૉસ્પિટલોના નિર્માણ માટે તેઓ આરોગ્યકર્મીઓ, ઉપકરણ અને દવાઓને એરલિફ્ટ કરી રહ્યા છે."

Comments
Post a Comment